અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મકાન, દુકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરે જગ્યા ભાડે આપતા સમયે માલિકે ભાડુઆત પાસેથી આધાર-પુરાવા મેળવીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. જગ્યાના માલિકે સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત નમુના મુજબની વિગત દર્શાવતું ફોર્મ ભરી તેમાં જરુરી વિગતો પુરી પાડવી. અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે કાનુની કાર્યવાહી થશે તથા તે હેઠળ શિક્ષાપાત્ર થશે. આ હુકમ અન્વયે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તથા તેઓની ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામું સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૨૯.૦૧.૨૦૨૬ સુધી અમલી રહેશે.