અમરેલી જિલ્લામાં તાર ફેન્સિંગ યોજના અમલી છે. અમરેલી જિલ્લામાં તાર ફેન્સિંગ યોજના અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા તમામ લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા. તાર ફેન્સિંગ યોજનામાં તા.૦૧-૦૯-૨૦૨૫ થી તા.૩૦-૦૯-૨૦૨૫ સુધીમાં પ્રથમ તબક્કામાં ૩૩૧ લાભાર્થીઓને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન-૬૦માં પૂર્ણ કરી સામાન ખરીદીના ય્જી્ વાળા પાકા અસલ બિલ અને અન્ય જરુરી દસ્તાવેજો સહિત જરુરી તમામ સાધનિક કાગળો સંબંધિત જે-તે તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ગ્રામસેવકને જમા કરાવવા. વધુમાં સરકારના નીતિ નિયમોનુસાર તા.૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં જિલ્લાકક્ષાએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવામાં નહિ આવે તો તાર ફેન્સિંગ યોજનામાં સહાય મેળવવા માંગતા નથી તેવું માનીને આ અંગેની પૂર્વમંજૂરી અને અરજીને દફતરે (ફાઇલે) કરવામાં આવશે.










































