અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ, અમરેલી જિલ્લા પોલીસે ગેરકાયદેસર ખાણ ખનીજ
પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, અમરેલી-સાવરકુંડલા રોડ પર દેવળિયા ગામના પાટિયા પાસેથી રેતી ભરેલું એક ડમ્પર ઝડપાયું હતું. ડમ્પરના રોયલ્ટી પાસની તપાસ કરતા તે જૂનાગઢ જિલ્લાના રામેશ્વર (ઓજત નદી)નો હોવાનું જણાયું હતું. રૂટની તપાસ દરમિયાન, ડમ્પર ચાલક ગુનાહિત કૃત્ય આચરી રેતીની હેરાફેરી કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા, ડમ્પરને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગેરકાયદેસર રેતી ચોરી કરતા એક ટ્રેક્ટરને પણ પકડી પાડી, ખાણ ખનીજ વિભાગ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે.