અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ૬૦ ટકાથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ અપૂરતા વરસાદના કારણે મોટા ભાગનો પાક નિષ્ફળ ગયેલ છે. કપાસના છોડનો વિકાસ થયો નથી અને છેલ્લા વરસાદ બાદ છોડ લાલ થઈ જતા ખેડૂતો દિવાળી પહેલાં પાક કાઢી નાખવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો છે, પરંતુ ઉત્પાદન મળવાની શક્યતાઓ નહિવત છે. અપૂરતા વરસાદને કારણે કૂવા અને બોરમાં પાણી ન હોવાથી શિયાળુ પાક લેવાનું પણ મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતોના જીવનનિર્વાહનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને
કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરી કપાસ પકવતા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા તેમજ દિવાળી પહેલાં નિષ્ફળ ગયેલા ઉભા પાકનો તાત્કાલિક સર્વે કરવાની માંગણી કરવામાં આવી છે.








































