ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેશનલ એનસીડી (NCD) વિભાગ દ્વારા હાયપરટેન્શન(બીપી) વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને આ સાયલન્ટ કિલરને નિયંત્રિત કરવા તેમજ નિવારણ માટેના પગલાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૧૭ મે ના રોજ “વિશ્વ હાયપરટેન્શન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં પણ ૧૭ મેના રોજ આ દિવસની ઉજવણી કરાશે પરંતુ તેની ૧૬ જૂન સુધી એક મહિનાની ઉજવણી કરાશે.
આ ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ. જોશીના માર્ગદર્શન હેઠળ લોક જાગૃતિના જુદા જુદા માધ્યમો દ્વારા હાયપરટેન્શન વિશે લોકજાગૃતિના પ્રયત્નો હાથ ધરાશે. આ ઝુંબેશમાં આરોગ્ય કર્મચારીઓ, શાળા, જનપ્રતિનિધિઓ, સ્થાનિક મીડિયાની ભાગીદારી નિર્ણાયક રહેશે.