સોમવારથી ધોરણ ૧થી ૧૨ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો, જેમાં બાળકોને તિલક કરી શાળાઓમાં વેલકમ કર્યું હતું, જેમાં બાળકોના કિલ્લોલથી શાળાઓ ગુંજી ઊઠી હતી. ૩૫ દિવસના ઉનાળુ વેકેશન બાદ સોમવારથી શાળાઓમાં પ્રથમ સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થયો હતો, જેમાં પહેલા દિવસે બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી. હર્ષોલ્લાસ સાથે એક મહિના બાદ શાળા પુનઃ શરૂ થતા બાળકોનો કલરવ જોવા મળ્યો હતો, અમરેલી જિલ્લામાં શાળાઓ શરૂ થતાં બાળકોના કિલ્લોલથી શાળાઓ ફરી ગુંજી ઉઠી હતી. અમરેલી શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા સોમવારથી શિક્ષણ કાર્યનો આરંભ થયો હતો, નવા શૈક્ષણિક સત્રમાં છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા જ બાળકોને પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧માં એડમિશન મળશે, જ્યારે પાંચ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મળશે. સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા અમરેલીમાં વિવિધ સ્ટેશનરીની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી, જેમાં બાળકો માટે સ્કૂલબેગ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટબુક્સ, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે મોડી સાંજ સુધી સ્ટેશનરીની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે શૈક્ષણિક સામગ્રીની ખરીદીમાં આંશિક વધારો જાવા મળ્યો હતો.