અમરેલી જિલ્લાની મહિલા મોંઘીબા કોલેજ, પોલીટેકનિક કોલેજ અને નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજમાં એન.એસ.યુ.આઈ. દ્વારા “ડ્રગ્સ મુક્તિ કેમ્પસ” અભિયાન અંતર્ગત નશા મુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઈ.ની ટીમે વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામો તેમજ તેની સામાજિક અને શૈક્ષણિક અસરો વિશે
વિસ્તૃત માર્ગદર્શન આપી નશાથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ એન.એસ.યુ.આઈ. પ્રમુખ શરદભાઈ ધાનાણી, જિલ્લા પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને કોંગ્રેસના આગેવાન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








































