અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી, અમરેલી, સાવરકુંડલા અને દામનગર નગરપાલિકા તથા બગસરા તાલુકા પંચાયતની વાઘણીયા જૂના, બાબરા તાલુકા પંચાયતની કરીયાણા અને ધારી તાલુકા પંચાયતની મીઠાપુર ડુંગરી બેઠકોની ચૂંટણીઓનું મતદાન તા.૧૬-૨-૨૦૨૫ના રોજ અને મતગણતરી તા.૧૮-૨-૨૦૨૫ના રોજ થશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે અને શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે માટે જિલ્લાના હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલા હથિયાર જમા કરાવવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ કોઈ વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨ ની વ્યાખ્યામાં આવતું હોય કોઈપણ હથિયાર ધારણ કરી ફરી શકશે
આભાર – નિહારીકા રવિયા નહીં, ઉપરાંત જિલ્લાના લાગુ ચૂંટણી હેઠળના વિસ્તારના વ્યક્તિગત પ્રકારના હથિયાર પરવાના ધારકો તથા જિલ્લા બહારથી મેળવેલા હથિયાર પરવાનો ધારણ કરનાર વ્યક્તિઓ કે જેઓ હાલ અત્રેના લાગુ ચૂંટણી હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા હોય તેવા તમામ હથિયાર પરવાનેદારોએ તેમના હથિયાર કે હથિયારો આ જાહેરનામું બહાર પડ્‌યાની તારીખથી દિન-૭ (સાત)માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.