અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ એમ.એ. મહિલા કોલેજ, શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના MA (સાયકોલોજી) સેમ-૨ યુનિવર્સિટી પરિણામમાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. વાળા જાનકી બી.એ ૮૫.૪૦% ગુણ મેળવીને કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ બીજા સ્થાને, ડેરૈયા આઈમન એ. ૮૪.૦૦% ગુણ સાથે અને ભારમલ જૈનબ એમ.એ ૮૦.૦૦% ગુણ મેળવીને કોલેજમાં તૃતીય સ્થાન હાંસલ કર્યું છે. શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ દ્વારા આ ઝળહળતા પરિણામ બદલ કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.