અમરેલીમાં જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત(અમરેલી), સંચાલિત ગજેરા શૈક્ષણિક સંકુલ(ગર્લ્સ), ચક્કરગઢ રોડ ખાતે તા. ૨૨/૦૨/૨૦૨૬ના રોજ બી.એન. વિરાણી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા, LPT ઉચ્ચતર માધ્યમિક મિશ્ર શાળા અને એસ.એમ. વઘાસિયા ઈગ્લીશ મિડીયમ ઉચ્ચતર માધ્યમિક શાળાની ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીઓને બોર્ડની પરીક્ષા અને જીવન માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ પણ પોતાના હોસ્ટેલ અને વિદ્યાર્થી જીવનનાં સંસ્મરણો વાગોળ્યા હતા.