અમરેલી ખાતે નુરાની માનવ સેવા ગ્રૂપ દ્વારા ગની મસ્જિદ હોલમાં હિજામા (કપિંગ થેરાપી) કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અનેક લોકોએ લાભ લીધો હતો. ભાવનગરના જાણીતા ડો. એ.એમ. ખોખર દ્વારા હિજામા પદ્ધતિથી વિવિધ બીમારીઓની સારવાર કરવામાં આવી હતી. અયુબભાઈ રઈશ, સાજીદભાઈ ઓઢા, તન્જીલ ચૌહાણ, પરવેઝભાઈ વકીલ, અબ્દુલભાઈ શામવાલા, ફેઝભાઈ પીરવાણ અને અરમાન ચૌહાણ સહિતના કાર્યકર્તાઓએ આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.