અમરેલી જિલ્લામાં ચાલી રહેલા નેશનલ હાઈવેના વિવિધ વિકાસકામોની સમીક્ષા માટે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રગતિ હેઠળના કાર્યોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને ગુણવત્તા જાળવી રાખીને નિયત સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા અને મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમયસર કામગીરી પૂરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી જનતાને વહેલી તકે આ વિકાસ કાર્યોનો લાભ મળી શકે.