પીઠવાજાળ ગામના માજી સરપંચ ભીખાભાઈ દેસાઈનું નિધન થતા
અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામના માજી સરપંચ ભીખાભાઈ દેસાઈનું શનિવારના રોજ દુઃખદ નિધન થયુ હતુ. સંજાગ ન્યૂઝ પરિવારના નિલેશભાઈ અને સુરેશભાઈ દેસાઈના પિતાશ્રીના નિધનના સમાચાર મળતા પત્રકાર જગતમાં પણ શોકનો માહોલ છવાયો હતો. દેસાઈ પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડીમાં રાજકિય, સામાજિક અને પત્રકાર જગતના લોકોએ સાંત્વના પાઠવી હતી. અત્રે નોંધનીય છે કે, સ્વ.ભીખાભાઈ દેસાઈ સન ૧૯૭૭થી ૧૯૮ર સુધી પીઠવાજાળ ગામના સરપંચ તરીકે સેવા આપી હતી તત્કાલિન સમયે ગામના અણઉકેલ પ્રશ્ને જિલ્લા અને તાલુકા પંચાયતમાં સતત રજૂઆત કરતા હતા તેમજ ર૦ વર્ષ પહેલા પીઠવાજાળ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.









































