આ જિલ્લા સ્તરીય કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલના સ્થાને સંલગ્ન અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય
સંસ્કૃત બોર્ડના નિર્દેશો મુજબ જિલ્લા કક્ષાનો આ મહોત્સવ જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ પણ બની રહેશે. ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતી સંસ્કૃતિ પ્રદર્શન ઉપર રાખવામાં આવશે. ઉપરાંત શ્રીમદ ભગવત ગીતા અને માનવ જીવન વિશે પ્રેરક ઉદ્ધબોધન પણ થશે.











































