અમરેલી જિલ્લામાં બેરોકટોક ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે આ ખનીજ ચોરીને ડામવા માટે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી પોલીસને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જેથી અમરેલી એલસીબી પોલીસ દ્વારા જિલ્લામાં ખનીજ ચોરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી એલસીબી પોલીસે છેલ્લા એક માસમાં ૧૭ વાહનચાલકોને ખનીજ ચોરી કરતા પકડી પાડી તેની સામે ખાણ ખનીજ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ કરી હતી. અમરેલી એલસીબી પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ખનીજ ચોરી કરતા ૮ ડમ્પર, ૯ ટ્રેક્ટર મળી ૧૭ વાહનોને કબજે કરી દંડ ફટકાર્યો હતો.