અમરેલી જિલ્લામાં વિદેશી દારૂના દુષણને નાથવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ચિતલથી અમરેલી દારૂ ભરેલી કાર આવતા અમરેલી એલસીબીએ ત્રણ શખ્સો પાસેથી બિયરના ટીન સાથે રૂ.૧ર.૩ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરેલી એલસબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમુક શખ્સો કારમાં ચિતલથી દારૂ ભરી અમરેલી આવી રહ્યાં છે અને આગળ એક કાર પેટ્રોલિંગ કરી રહી છે. જેથી પોલીસે બાતમીના આધારે નાના માચીયાળા ગામ પાસે કારને રોકી તલાસી લેતા કારમાંથી બિયરની ર૭ પેટી કિં.રૂ. ૬૭,પ૬૦, રોકડ રકમ રૂ.૭૩,પ૦૦, મોબાઈલ ફોન અને બે કાર મળી કુલ રૂ. ૧ર.૩ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બિયર સાથે પકડાયેલા ઈસમોની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ કરણ વલકુભાઈ ખાચર, મયુર જગુભાઈ પટગીર, પ્રદીપ રવુભાઈ બોરીચા રહે. તમામ કારીયાણી, તા.જિ.બોટાદ તેમજ હજુ બે ઈસમો લાલાભાઈ બાબભાઈ ખાચર અને ધર્મરાજ ઉર્ફે ધમો હરેશભાઈ બાબરીયા રહે. બગસરાવાળો ફરાર હોય તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન
કર્યા છે.