અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળ (અનુ. જાતિ/અનુ. જનજાતિ) અને શરાફી સહકારી મંડળી પરિવાર દ્વારા BRC ભવન ખાતે તારીખ ૨૫-૧૨-૨૦૨૫ ના રોજ વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો.
જિલ્લા મંડળ અને મંડળી પરિવારના પ્રયાસો અને રાત-દિવસ મહેનત કરનાર સર્વ સારસ્વત શિક્ષક મિત્રોની કામગીરી થકી અમરેલી જિલ્લાના જૂની પેન્શન યોજનાના ૭૦૦ થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી કરનાર શિક્ષક મિત્રોને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણ સમિતિના સ્ટાફ તરફથી પણ હંમેશા સાથ અને સહકાર મળી રહેતો હોવાથી, તેમનું પણ ભેટ આપીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા, મુકેશભાઈ બગડા, કિષ્નાબેન મકવાણા, પારૂલબેન, પ્રવિણભાઈ ચાવડા, DPEO કચેરીના ચૌહાણ સાહેબ, મહેન્દ્રભાઈ ચાવડા,TPEO શરદભાઈ શ્રીમાળી, BRC કો-ઓર્ડિનેટર નીતિનભાઈ અને પ્રવિણભાઈ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.