અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે તા. ૧૭ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં અમરેલી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ ઓફિસ માટે ૧૮ થી ૫૦ વર્ષની વય મર્યાદા ધરાવતા બી.ઈ. સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, આઈ.ટી.આઈ. (સિવિલ-સર્વેયર), ઓટોકેડ/કમ્પ્યુટર જાણકાર અને માપણીનો અનુભવ ધરાવતા ઉમેદવારોની જરૂર છે. વધુમાં, રાજકોટની BONANZA LUXE SALOON માટે બ્યુટિશિયન, હેર ડ્રેસર (૧૮ થી ૨૭ વર્ષ, ધો. ૧૦ પાસ, કમ્પ્યુટર જ્ઞાન) અને કેશિયર (બી.કોમ., એમ.કોમ.), સ્ટોક મેનેજર, ફ્લોર મેનેજર (બી.બી.એ., એમ.બી.એ.) જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે.