શહેરના હીરામોતી ચોકથી રોકડિયાપરા તરફ જઈ રહેલા એક વ્યક્તિનું પાકીટ રસ્તામાં ક્યાંક પડી જવાની ઘટના સામે આવી હતી. પાકીટમાં રોકડ રકમ તેમજ વાહનના અગત્યના દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું હતું. રોહિતભાઇ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૧) એ જાહેર કર્યા મુજબ, તેઓ હીરામોતી ચોકથી રોકડીયાપરા તરફ જતા હતા તે દરમ્યાન રસ્તામાં ખીસ્સામાથી પાકીટ પડી ગયું હતું. જેમા રોકડા રૂ.૧૦,૫૦૦ તથા મોટર સાયકલની આર.સી. બુક તથા પી.યુ.સી હતા. પાકીટ પડી ગયાની જાણ થતા જ તેમણે આજુબાજુના વિસ્તારમાં તેમજ જે રસ્તા પરથી પસાર થયા હતા ત્યાં તપાસ કરી હતી, પરંતુ પાકીટનો કોઈ પત્તો મળ્યો ન હતો. જે બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.