ગુજરાત સરકારે જળસંચયમાં જનભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અમરેલી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઈન ૨.૦ – ૨૦૨૫’ અંતર્ગત ૧૯૫ જળસંચયના કામો પૂર્ણ કર્યા છે. આ કાર્યોમાં ૭૯ કામો ૧૦૦% સરકારી અનુદાનથી, ૮૭ કામો ૬૦-૪૦% જનભાગીદારીથી, અને ૨૯ કામો નાગરિકો તથા દાતાઓના ૧૦૦% અનુદાનથી પાર પાડવામાં આવ્યા છે. જળ સંપત્તિ વિભાગ, પંચાયત,, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, તથા નગરપાલિકા સહિતની વિવિધ કચેરીઓએ સંકલન સાધીને આ સિદ્ધિ હાંસલ કરી છે. વરસાદી પાણીના સંગ્રહ અને ભાવિ પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નાગરિકોને આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.