ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું આયોજન થયેલું છે. ૨૦ સપ્ટેમ્બરે અમરેલી શહેરમાં આ યાત્રાનું સ્વાગત કરવા માટે ગજેરાપરા બાલમુકુન્દ હોલ ખાતે સરદાર સન્માન યાત્રાના અમરેલી જિલ્લાના કન્વીનર ડી.કે. રૈયાણીના અધ્યક્ષ સ્થાને સર્વ સમાજની, સર્વપક્ષીય અને અમરેલી શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની એક અગત્યની બેઠક મળી હતી. જેમાં બહોળી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. રાજેશભાઈ માંગરોળીયાએ સૌનું સ્વાગત કર્યું હતું, બ્રહ્મસમાજમાંથી મુકુંદભાઈ મહેતાએ, ક્ષત્રિય સમાજમાંથી હાથીભાઈ ધાધલે અને મજબુતભાઈ બસિયાએ, આહીર સમાજમાંથી વનરાજભાઈ કોઠીવાળે અને કમલેશભાઈ ગરાણીયા, દલિત સમાજમાંથી અરવિંદભાઈ સીતાપરા, કડવા પટેલ સમાજમાંથી પ્રોફેસર એમ.એમ. પટેલ, રજપૂત સમાજમાંથી પ્રકાશસિંહ રાઠોડ, સોની સમાજમાંથી નવનીતભાઈ રાજપરા, કડિયા સમાજમાંથી સુરેશભાઈ વગેરે આગેવાનોએ યાત્રાને ભવ્ય રીતે સફળ બનાવવા માટે તન, મન, ધનથી સાથ સહકાર આપવાની હાકલ કરી હતી. આ ઉપરાંત લોહાણા, સગર, કોળી, લુહાર, વણિક વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ દેસાઈ, સરદારધામના દિવ્યેશભાઈ વેકરીયા, પત્રકાર પરિષદના સુરેશભાઈ દેસાઈ, જિલ્લા ખોડલધામ સમિતિના રમેશભાઈ કાથરોટીયા, કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી, ભાજપ અગ્રણી મનીષભાઈ સંઘાણી અને અશ્વિનભાઈ સાવલિયા ઉપરાંત ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરી, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ વતી બકુલભાઈ ભટ્ટ, ભારતી કિસાન સંઘ, વેપારી મહામંડળ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, શાળા સંચાલક મંડળ વતી દીપકભાઈ વઘાસિયા ઓક્સફર્ડ સ્કૂલ વતી મયુરભાઈ ગજેરા વગેરે અનેક આગેવાનોએ યાત્રાને સફળ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ વઘાસિયા, ભરત બાવીશી, ભીખુભાઈ કાબરીયા, મેહુલ બાબરીયા, ગોપાલ સોરઠીયા, તુષાર મકાણી, નિલેશ મુલાની, જે.ડી. સાવલિયાએ કર્યું હતું. ૨૦ તારીખે અમરેલીના દરેક સમાજના લોકો સહપરિવાર સાથે આ સરદાર યાત્રામાં જોડાય એવી અપીલ કરી છે.