અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતાએ જણાવ્યું છે કે તા.૯ ને શનિવારના રોજ રક્ષાબંધન પર્વ પર બ્રહ્મ સમાજનો પવિત્ર પર્વ બળેવ હોય ત્યારે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલ છે. રક્ષાબંધનના શુભ દિને વહેલી સવારે ૭થી ૯ કલાક દરમિયાન અમરેલીમાં આવેલા મુક્તાનંદ બાગ, રાજગોર બ્રહ્મ સમાજની વાડી, હનુમાનપરા રોડ ખાતે રાખેલ છે. આ સમગ્ર કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બ્રહ્મપરિવારો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.