અમરેલીમાં શ્રી વીસા શ્રીમાળી સોની પ્રગતિ મહિલા મંડળ દ્વારા આયોજિત વેલકમ નવરાત્રીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોની સમાજના મહિલા સંચાલિત પ્રગતિ મહિલા મંડળ દ્વારા મા નવદુર્ગાની આરાધના કરવામાં આવી હતી. મહિલા મંડળના પ્રમુખ સોનલબેન રાજપરા, ઉપપ્રમુખ ખ્યાતિબેન ચાંપાનેરી, આરતીબેન ચાંપાનેરી તેમજ મહિલા મંડળની તમામ બહેનોએ આ વેલકમ નવરાત્રી મહોત્સવમાં સુંદર સહયોગ આપ્યો હતો. મહિલા મંડળની તમામ બહેનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ખેલૈયા બહેનોને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન અજમેરા સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.