અમરેલી ખાતે વેદ બ્લડ બેંક દ્વારા આયોજિત ‘સેવા સમર્પણ’ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં સંસ્થના પ્રમુખ લલીતભાઈ ઠુંમર દ્રારા એક મહત્વપૂર્ણ માનવતાવાદી જાહેરાત કરવામાં આવી છે. આગામી ૩ વર્ષ સુધી અમરેલી જિલ્લાના તમામ ધર્મસ્થાનકોના પૂજારીઓ, સાધુ-સંતો અને મૌલવીઓને વિનામૂલ્યે બ્લડ પૂરું પાડવાનો સેવાકીય સંકલ્પ લેવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જિલ્લાની જાણીતી સંસ્થા સંવેદન ગ્રુપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીએ જિલ્લામાં બ્લડની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તરવડા ગુરુકુળના સંતોએ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શરૂ કરાયેલા આ સેવા યજ્ઞ બદલ રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી મંત્રી વેકરિયાએ લલિતભાઈના સંકલ્પને બિરદાવતા ‘આપનું રક્તદાન, કોઈનું જીવતદાન’ સૂત્ર સાથે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા, નગરપાલિકાના ચેરમેન ચિરાગ ચાવડા, દિલાભાઈ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.