વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર ટીમ દ્વારા આગામી ૨૬ માર્ચ ૨૦૨૬ ના રોજ રામનવમી નિમિત્તે યોજાનાર શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે, સિનિયર સિટીઝન પાર્ક ખાતેના કાર્યાલયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં સમસ્ત બ્રહ્મ સમાજ, રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ અમરેલી (ગીર), રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી અને ધર્મ પરિષદ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ ધાર્મિક પ્રસંગે બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ મુકુંદભાઈ મહેતા, મહામંત્રી ભગીરથભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ પરેશભાઈ આચાર્ય, નગર સેવક વિશાલભાઈ ઠાકર, નિવૃત્ત પોલીસ અધિકારી જીતુભાઈ દવે, રોટરી ક્લબના પ્રમુખ ત્રિલોકભાઈ ભટ્ટ, રોટરેક્ટ ક્લબના પ્રમુખ પ્રિયંકભાઈ પંડ્‌યા અને ધર્મ પરિષદ ગ્રુપના પ્રમુખ ભવ્યરાજભાઈ રાજા સહિત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભગવાન રામની આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત વાલ્મિકી સમાજના અગ્રણી ભાવેશભાઈ વાળોદરા તથા માતૃ શક્તિ અને દુર્ગા વાહિનીના બહેનોએ પણ આરતીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના પ્રમુખ વિજયભાઈ દેસાઈ, મંત્રી ઇતેશભાઈ મહેતા, કોષાધ્યક્ષ પંકજભાઈ ત્રિવેદી અને બજરંગ દળના સંયોજક વિદુરભાઈ ડાબસરા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.