ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’ અભિયાન અંતર્ગત ચલાવવામાં આવેલ છે. જેને અનુલક્ષીને વડાપ્રધાનના ૭૫ મા જન્મદિવસ નિમિતે સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૭-ઓકટોબર-૨૦૨૫ સુધી સવારના ૦૬-૩૦ થી ૦૮-૦૦ કલાક દરમિયાન મેદસ્વિતા ઘટાડવા માટે ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રિઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઈ રીતે દૂર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેથી જાણકારી આપી મેદસ્વિતા ઘટાડવા અંગેનો છે. અમરેલી ખાતે આ મેદસ્વિતા મુક્ત કાર્યક્રમમાં ૮૦ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.