શહેરમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા રોકડિયા પરા સ્કૂલ ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લાયન પ્રમુખ બકુલ ભટ્ટ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવેલ હતો. ક્લબના સભ્યો, સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજને સલામી આપવામાં આવેલ હતી. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા અને પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરમાં નીકળેલી શોભાયાત્રામાં રાજકમલ ચોક ખાતે ધાર્મિક નગરજનોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ શીતલ આઇસક્રીમ જીઆઇડીસી ખાતે ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમોમાં લાયન કાંતિભાઇ વઘાસીયા, લાયન દિનેશભાઇ ભુવા, લાયન રજનીકાંત ધોરાજિયા, લાયન રાજુભાઇ પરીખ સહિતના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.