ઉદ્‌ઘાટન સમારોહમાં વિધાનસભાના તત્કાલીન નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતી
અમરેલી,તા.૧૯
અમરેલીના જેસીંગપરા ખાતે આવેલ તુન્ની વિદ્યામંદિર ખાતે ૬૯ અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા ખો-ખો અં-૧૭, અં-૧૯, અં-૧૪ (બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના જિલ્લા અને મહાનગરપાલિકામાંથી ખેલાડીઓએ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગત તા. ૧૧ના રોજ સ્પર્ધાના ઉદ્‌ઘાટન સમારોહમાં વિધાનસભાના તત્કાલીન નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તા. ૧૨ના રોજ અં-૧૭ (બહેનો) સ્પર્ધામાં કુલ ૩૯ ટીમ ખેલાડીઓ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યા હતા. જેમાં ધારી બગસરા ધારાસભ્ય જે.વી. કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તા. ૧૩ના રોજ અં-૧૯ (બહેનો) સ્પર્ધામાં કુલ ૩૬ ટીમ ખેલાડીઓ દ્વારા પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યુ હતું. જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તા. ૧૫.૧૦.૨૦૨૫ના રોજ અં-૧૪ (બહેનો) સ્પર્ધામાં કુલ ૩૯ ટીમ ખેલાડીઓએ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.