અમરેલીમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરીનું તાળું તોડી રૂપિયા ૧.૧૧ લાખની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે કિરીટભાઈ કાંતિભાઈ મકવાણા (ઉ.વ.૫૪)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મકાનમાં ઘૂસેલા ચોર ઇસમે મેઇન દરવાજાની ચાવી જે જગ્યાએ સંતાડી હતી તે ચાવી ની મદદથી રૂમ ખોલી તિજોરીમાં રાખેલી સોનાની બે બંગડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ ચોપડે તેની કિંમત ૧,૧૧,૩૨૬ જાહેર થઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વધુ તપાસ કરી રહ્યા છે.