અમરેલી જિલ્લામાં આજે રાજ્યના મુખ્યમંત્રીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમમાં જનમેદનીને એકત્ર કરવા અને લોકોને સભાસ્થળ સુધી પહોંચાડવા માટે અમરેલી એસ.ટી. વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા કુલ ૩૪ જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં અમરેલી ડેપોમાંથી ૯, સાવરકુંડલા,ધારી અને બગસરામાંથી ૭ અને રાજુલામાંથી ૪ બસની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે એસ.ટી. બસો મુસાફરોની સુવિધા માટે હોય છે, પરંતુ જ્યારે મોટા સરકારી કાર્યક્રમો યોજાય ત્યારે તંત્ર દ્વારા આ રીતે બસોને ફાળવવામાં આવતી હોય છે. આ નિર્ણયને કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાઈ શકશે. જોકે, આ વ્યવસ્થાને કારણે નિયમિત મુસાફરોને થોડી અગવડતા પડી શકે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.









































