અમરેલી શહેરમાં નાના ભાઇને મારવાની ના પાડતાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે સંજયભાઈ બટુકભાઈ વાઢેર (ઉ.વ.૪૯)એ વિવેક વિનુભાઈ ખોલકીયા, જયનામ વિનુભાઈ ખોલકીયા, વિનુભાઈ ખોલકિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના નાના ભાઈ ભાવેશભાઈને આરોપીઓ મારતા હતા. જેથી તેમણે ના પાડતાં તેમને લોખંડનો પાઇપ માથાના ભાગે માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.