મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ અને પીરોના પીર તરીકે ઓળખાતા ગોસ પાક (હઝરત સૈયદ અબ્દુલ કાદિર જીલાની)નો આ અગ્યારી મહિનો કહેવા આખો મહિનો મુસ્લિમ સમાજના લોકો પોતાની માન્યતા ન્યાજ કરતા હોઈ છે જેની શાનમાં અમરેલી ખાતે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોસપાકની યાદ અને ધાર્મિક મહત્વને ઉજાગર કરતું આ જુલુસ મુસ્લિમ વિસ્તારમાંથી શરૂ થઈને શહેરના મુખ્ય બજારમાંથી શાંતિપૂર્વક પસાર થયું હતું. આ ધાર્મિક સરઘસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જેમાં પીરે તરીકત સરકાર દાદાબાપુ ચિસ્તી.મહેબુબબાપુ કાદરી.અલ્તાફ બાપુ કાદરી (મલ્કાનબાપુ) દાદાબાપુ કાદરી, જાવિદબાપુ કાદરી, શકીલબાપુ કાદરી, રજાકબાપુ કાદરી, જઈરૂદિનબાપુ ચિસ્તી, યાકુબબાપુ બહારૂની સહિતના સાદાતે કીરામ અને અમરેલીના સમસ્ત મુસ્લિમ સમાજે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ જુલુસમાં તાઈ મિલાદ કમેટી દ્વારા ગોસ પાકની સાનમાં કસીદા પડ્‌યા હતા. ​જુલુસના માર્ગમાં ઠેર ઠેર લોકો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધાર્મિક ભાવના સાથે વિવિધ સ્થળોએ ન્યાજ (પ્રસાદ)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કોમના લોકોએ ભાગ લીધો હતો. આ ધાર્મિક આયોજન થકી સમાજમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ ફેલાયો હતો. અગાઉ મુસ્લિમ વિસ્તારમાં ડેકોરેશન, અરબવાડા મસ્જીદના મોલાના સમસુદ્દીન બાપુ દ્વારા તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા મલ્કાનબાપુ કાદરી,હનીફભાઈ કસીરી,આસીફખાન પઠાણ ફિરોજભાઈ કુરેશી,મમદભાઈ કસીરી અને જાવેદખાન દ્વારા જહેમત ઉઠવામાં આવે હતી.