અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પુત્રવધુ વિરુધ્ધ સાસુએ અરજી કરી હતી. પતિએ પત્નીને લાફો મારીને ગાળાગાળી કરી હતી તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. આથી ફફડી ઉઠેલી પરિણીતા રેશમાબેન ચૌહાણ (ઉ.વ.૨૪)એ પતિ શકીલભાઈ ઈકબાલભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની વિરુધ્ધ તેમના સાસુએ અરજી કરી હતી. જેથી પોલીસ તેમને બોલાવવા જતા તેઓ ત્યાં ગયા નહોતા અને તેમના પતિને ચીડવવાની ના પાડી હતી. જેથી પતિએ લાફે લાફે મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ બી સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.