અમરેલીમાં નવા ખીજડીયા ગામના પાટીયા પાસે અકસ્માતમાં દંપતી ઈજાગ્રસ્ત થયું હતું. બનાવ અંગે આદીલખાન હુસૈનખાન યુસુબજઈ (ઉ.વ.૨૫)એ જીજે-૦૧-બીએમ-૮૦૨૬ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમના પત્ની મોટર સાયકલ લઈને ચલાલા જતા હતા. તે સમયે નવા ખીજડીયા ગામના પાટીયા પાસે પહોંચતા સામેથી આવેલા મોટર સાયકલ ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને તથા તેના પત્નીને ઈજા પહોંચી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે એચ ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.