અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ ગીરીશભાઈ વાઘેલાએ ગીરીરાજ જવેલર્સના માલિક હીરેન પ્રવિણભાઈ ચાંપાનેરી વિરુદ્ધ છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી ભાવિનભાઈએ સોનાની બે ચેઈન બનાવવા માટે આરોપીને ગુગલ પે દ્વારા ૫૦,૦૦૦ રૂપિયા અને રોકડા ૮૩,૦૦૦ રૂપિયા મળી કુલ ૧,૪૩,૦૦૦ રૂપિયાની માતબર રકમ ચૂકવી હતી. આમ છતાં, આરોપીએ સોનાની ચેઈન બનાવી આપી નહોતી અને વિશ્વાસઘાત કરી નાણાં હડપ કરી લીધા હતા. જ્યારે ફરીયાદી પોતાની રકમ અથવા દાગીના લેવા માટે અવારનવાર દુકાને ગયા, ત્યારે આરોપીએ નમ્રતા દાખવવાને બદલે બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ એ.એસ.આઈ. એન.વી. લંગાળીયા દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. વિશ્વાસમાં લઈ આચરવામાં આવેલી આ છેતરપિંડીએ વેપારીઓમાં ચર્ચા જગાવી હતી.










































