અમરેલી તાલુકાના ચકચારી જીવલેણ હુમલા કેસમાં આરોપી ધર્મેશભાઈ વિલાસગીરી ગોસાઈને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મ્દ્ગજી – ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨ તથા ય્ઁ એક્ટ ૧૩૫ હેઠળ નોંધાયો હતો. પોલીસે ધર્મેશભાઈની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. જોકે, કોર્ટમાં ફરિયાદી, પંચો, સાહેદો અને તપાસનીશ અધિકારીની જુબાની બાદ બચાવ પક્ષે ધારાશાસ્ત્રી જે.આર. વાળા દ્વારા રજૂ કરાયેલી લેખિત દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે ધર્મેશભાઈને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. ધારાશાસ્ત્રી જે.આર. વાળાની કુશળ દલીલોને કારણે આરોપીને ન્યાય મળ્યો હતો.