પ્રિન્ટ મીડિયા વિરુદ્ધ ઇલેક્ટ્રાનિક મીડિયા ઃ જૂઠાણાંમાં કોણ ચડે?

પહેલગામમાં ધર્મ પૂછીને અને પેન્ટ ઉતરાવીને તપાસ્યા પછી ૨૫ હિન્દુઓ અને એક ખ્રિસ્તીને જિહાદીઓએ મારી નાખ્યા પછી ભારતે ૬ મેની રાત્રે, ટૅક્નિકલી ૭ મેએ પાકિસ્તાન પર આક્રમણ કર્યું. આતંકવાદી સ્થાનોને નષ્ટ કરી દીધાં. ૧૦ મે સુધી ચાલેલા આૅપરેશન સિંદૂર દરમિયાન પ્રિન્ટ મીડિયાના કેટલાક લોકોએ ચેનલો પર જૂઠાણાં ફેલાવવાનો આક્ષેપ કર્યો. આની સામે પત્રકાર સુશાંતસિંહાએ વીડિયો બનાવી જડબાતોડ ઉત્તર આપ્યો.
તેમણે કહ્યું કે ઇલેક્ટ્રાનિક્સ મીડિયાએ તેમને જે માહિતી મળી તેના આધારે પાકિસ્તાનમાં નુકસાન થયું હોવાનું કહ્યું. આવા સમય દરમિયાન સૂત્ર તરફથી માહિતી વહેલી મળી જાય પરંતુ સેના દ્વારા બાદમાં તેની પુષ્ટિ થાય તેવું બની શકે. તેનો અર્થ જૂઠાણું નથી થતું. કેટલીક માહિતી ખોટી પણ પડી શકે. તેમનું કહેવું હતું કે અમે પાકિસ્તાનની તરફેણમાં તો જૂઠાણું ચલાવીને ભારતીય સેના અને ભારતીયોનું મનોબળ તોડવાનો પ્રયાસ નથી કર્યો ને?
આવા આક્ષેપો થઈ રહ્યા હતા ત્યારે ભારતીય નાગરિકોએ સાશિયલ મીડિયા પર જે લખ્યું તેના પરથી એવું લાગે છે કે ભારતીય નાગરિકો લાંબું વિચારી શકે છે. તેમણે લખ્યું કે મહાભારતના યુદ્ધ સમયે શ્રી કૃષ્ણએ દ્રોણાચાર્યનો વધ કરવા યુધિષ્ઠિર પાસે જૂઠાણું બોલાવ્યું કે અશ્વત્થામા હણાયો છે. પછી તેઓ ધીમેકથી બોલ્યા, નરો વા કુંજરો વા. માણસ અથવા હાથી. અશ્વત્થામા નામનો હાથી પણ હતો. તે મરાયો હતો. યુધિષ્ઠિર સત્યવાદી હતા. દ્રોણાચાર્ય આ સાંભળી માનસિક રીતે ભાંગી પડ્‌યા હતા અને તેમનો વધ સરળતાથી થઈ શક્યો હતો. કૌરવો જેવા લોકો સામે લડતા હોય ત્યારે યુદ્ધમાં જૂઠાણાં પણ ઉચિત છે.
ઇલેક્ટ્રાનિક મીડિયા સામે પ્રિન્ટ મીડિયાના કેટલાક લોકો શા માટે રોષે ભરાયા છે? શા માટે ઇર્ષા કરે છે? કારણ કે ઇલેક્ટ્રાનિક મીડિયાને હવે બધા લોકો ખૂબ મહ¥વ આપે છે. ૨૦૦૦ના દાયકા સુધી પ્રિન્ટ મીડિયાનો જે દબદબો હતો તે હવે નથી રહ્યો. પ્રિન્ટ મીડિયાનું મહ¥વ અને પ્રસાર (સર્ક્યુલેશન) ઘટતું જાય છે. વિશ્વભરમાં અનેક છાપાં-મેગેઝિનો બંધ થઈ રહ્યાં છે. ઇલેક્ટ્રાનિક મીડિયામાં દેખાય છે, બોલાય છે. એક ઇમેજ બને છે. જ્યાં સુધી ચેનલો નહોતી આવી ત્યાં સુધી નરેન્દ્ર મોદી હોય કે શંકરસિંહ વાઘેલા, કલ્પનાથ રાય હોય કે મુરલી દેવરા, આવા અનેક ચહેરા હતા જેમને લોકો માત્ર નામથી ઓળખતા હતા. આનું કારણ હતું કે પરંપરાગત રીતે પત્રકારત્વ કરતા પત્રકારો ફાટા કરતાં સમાચારને વધુ મહ¥વ આપતા હતા. પાનાં ઓછાં હતાં. બ્લેક ઍન્ડ વ્હાઇટ પ્રિન્ટિંગ હતું. બહુ ઓછાં છાપાં પાસે ફાટાના પોતાના સ્રોત હતા. જેમની પાસે નહોતા તેઓ કાં તો મેગેઝિન અથવા તો બીજાં છાપાંને સ્કેન કરીને છાપતાં. આ તો ‘૯૦ના દાયકાના ઉત્તરાર્ધની વાત છે જ્યારે કમ્પ્યૂટર અને સ્કેનર આવ્યાં. એ પહેલાં તો બ્લાક બનાવતા હતા. નેગેટિવ બનતી.
ઇન્ટરનેટનું ચલણ તો ઈ.સ. ૨૦૦૦ આસપાસ વધ્યું. કલર પ્રિન્ટિંગ આવ્યું અને સમાચારપત્રોનાં પાનાં ૨૪ થયાં પછી દરેક સમાચારમાં ફાટા છપાતા થયા. આથી નેતાઓની ઇમેજ બનતી નહોતી. લોકો ઓળખતા નહોતા. ટીવી પર મેચમાંય હેલમેટ પહેરેલા ખેલાડીઓમાં (બેટિંગ વખતે) કોણ કપિલ દેવ અને કોણ કીર્તિ આઝાદ તેમાં લોકો તેમની એક સરખી કદ-કાઠી અને ચહેરાના આકારના કારણે થાપ ખાઈ જતા.
ટીવી ચૅનલો આવ્યા પછી લોકો ચહેરે અને અવાજ-બંનેથી મહાનુભાવોને ઓળખતા થયા. લોકો સમક્ષ નેતાઓનાં ભાષણો જવાં લાગ્યાં. આથી સ્વાભાવિક ઇલેક્ટ્રાનિક મીડિયાનો પ્રભાવ નેતાઓ-ખેલાડીઓ-ઉદ્યોગપતિઓ-કલાકારો બધા પર પડ્‌યો. પ્રિન્ટ મીડિયામાં માત્ર સમાચાર અને લાંબા અહેવાલનું મહ¥વ હતું. અમુક મીડિયાને બાદ કરતાં, સમાચાર કે લેખમાં સંબંધિત વ્યક્તિનું અવતરણ (ક્વાટ) લેવાનું ચલણ પણ નહોતું. દા. ત. હવામાનને લગતી સ્ટારી કરવાની હોય તો હવામાન વિભાગના વડાને ટાંકવા તેમને ફાન કરવો પડે. તેવું ચલણ વિશેષ નહોતું.
ઇલેક્ટ્રાનિક મીડિયામાં તો દરેક સ્ટારીમાં બાઇટનું મહ¥વ આવ્યું. પત્રકાર પરિષદ પણ બતાવતા હતા. પ્રિન્ટ મીડિયામાં જગ્યાનો અભાવ હોય એટલે પત્રકાર પરિષદમાં નેતાઓ/ઉદ્યોગપતિ/ખેલાડીઓ/કલાકારો જે બોલ્યા હોય તેના ચાર ફકરામાં સમાચાર બને. પત્રકારો દ્વારા પૂછાતા પ્રશ્નોના ઉત્તરની તો વાત ભૂલી જ જવાની. તો સામા પક્ષે, ૨૪ કલાકની સમાચાર ચેનલો આવ્યા પછી પત્રકાર પરિષદ લાઇવ બતાવાવા લાગી. પત્રકારો પ્રશ્ન પૂછે તેના ઉત્તર પણ બતાવવા લાગ્યા. તેમાંય જે-તે ચેનલના પત્રકારે પૂછેલો પ્રશ્ન તો બતાવે જ. આ બધું પતે પછી ચેનલોના પત્રકારો કેમેરામેન સાથે બાઇટ લે.
આ બધાના કારણે ઇલેક્ટ્રાનિક મીડિયાને વધુ મહ¥વ મળવા લાગ્યું. ‘પ્રિન્ટ મીડિયા તો ઠીક હવે’ તેવું વલણ થયું. એટલે પ્રિન્ટ મીડિયાના કેટલાક પત્રકારોને ઇલેક્ટ્રાનિક મીડિયા સામે રોષ અથવા ઈર્ષા છે. હવે તેમાં
આભાર – નિહારીકા રવિયા યુટ્યૂબરો ભળ્યા છે. એટલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રાનિક મીડિયાને યુટ્યૂબરોથી તકલીફ છે. ઇલેક્ટ્રાનિક મીડિયા બંને બાજુના સમાચાર બતાવે છે. પ્રિન્ટ મીડિયામાં એવું થતું નથી. પ્રિન્ટ મીડિયામાં મોટા ભાગે વર્ષોથી ચાલ્યું આવતું કાંગ્રેસ અથવા સેક્યુલર વલણ છે. દા.ત. ૨૦૨૨માં ગોધરા કાંડને ૨૦ વર્ષ પૂરાં થયાં. તો ગોધરા કાંડના સહેજ પણ ઉલ્લેખ વગર એક અંગ્રેજી છાપાએ નરોડા પાટિયા કાંડના પીડિતોની પીડા છાપી. બીજા એક છાપા માટે એક ફ્રીલાન્સ પત્રકારે તંત્રી સાથે વાત થયા મુજબ ગોધરા કાંડ અને રમખાણો પર આખું પાનું થાય તેટલી અલગ-અલગ સામગ્રી મોકલી જેમાં નાણાવટી પંચ, એસઆઈટી, કાર્ટ વગેરે અધિકૃત વાત હતી પરંતુ તંત્રીએ એમ કહીને ન છાપ્યું કે આ ભડકાવનારું છે. આ છાપાના લેખોમાં પણ વડાપ્રધાન મોદીનું નામ નહીં લખવાનો અઘોષિત નિયમ છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણી મોદી જીત્યા ત્યારે લખાયેલા લેખમાં એક કલમઘસુએ માત્ર એટલું લખેલું કે મોદી માર્કેટિંગના જોરે ચૂંટણી જીત્યા હતા. બસ. આટલું જ.
ઇલેક્ટ્રાનિક મીડિયામાં મોદી યુગમાંય હજુ બે ભાગ છે. એક વર્ગ જેને કાંગ્રેસ ગોદી મીડિયા કહે છે અને બીજો વર્ગ જેને મોદી સમર્થકો સેક્યુલર મીડિયા કહે છે. ઇલેક્ટ્રાનિક મીડિયામાં વધુ પડતું ગાઈવગાડીને અને નાટ્યાત્મક રીતે થાય છે તે સ્વીકાર્ય, પરંતુ તેમાં થતી ડિબેટો ભલે ઘણાને શોરબકોરવાળી લાગે, પરંતુ તેમાં ભાજપના ડા. સુધાંશુ ત્રિવેદી, શહઝાદ પૂનાવાલા, સંબિત પાત્ર, તો કાંગ્રેસના આલોક શર્મા, તટસ્થ વિશ્લેષક આનંદ રંગનાથન, સંગીત રાગી, વગેરે પોતપોતાના પક્ષો તથ્યો સાથે સારી રીતે મૂકે છે. આવું પ્રિન્ટ મીડિયામાં કેમ ન થઈ શકે? વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સ્વ. દિલીપ ગોહિલે આવો વિચાર એક વેબસાઇટ માટે કર્યો હતો અને તેઓ સાથે મેં ડિજિટલ ડિબેટ એટલે કે લેખિત ડિબેટ કરેલી. વર્ષો પહેલાં સમકાલીનમાં પ્રાસંગિક વિવાદ પર બંને પક્ષો પોતપોતાની વાત વિસ્તારથી મૂકતા. ‘અભિયાન’માં અમે ઍરેન્જ્ડ મેરેજ અને લવ મેરેજ વિશે આ રીતે અલગ-અલગ લેખો લખી છાપ્યા હતા.
પ્રિન્ટ મીડિયા કહે છે કે અમને જ વિશ્વસનીય માનો કારણ કે અમે હજુ મોદી સરકાર દ્વારા ખરીદી શકાયા નથી. શું આ વાત સાચી છે? અહીં ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ફેલાવાયેલા જૂઠાણાંની વાત કરવી છે. પરંતુ તે પહેલાં સ્પષ્ટતા. આ લેખ પણ એક પ્રિન્ટ મીડિયામાં જ છપાઈ રહ્યો છે. એટલે અહીં બધાં જ સમાચારપત્રોની વિશ્વસનીયતા સામે પ્રશ્ન નથી. જે લોકો ખોટું કરે છે અને ચોરી પર શિરજોરીની જેમ પોતાના જ ક્ષેત્રના બીજા જાતભાઈઓની ખોટી ટીકા કરે છે, તેમના પર જ પ્રશ્ન છે.
૧. અટલ બિહારી વાજપેયીએ ૧૯૭૧ના યુદ્ધમાં બાંગ્લાદેશની રચના અને પાકિસ્તાનને પાઠ ભણાવવા બદલ ઈન્દિરાજીની પ્રશંસા કરી હતી, પરંતુ તેમને ક્યારેય દુર્ગા કહ્યાં નથી. તેમણે ‘આપ કી અદાલત’માં રજત શર્મા સમક્ષ આ વાત કહી હતી. આ જૂઠાણું ક્યાંથી પ્રસરી ગયું? કોણે પ્રસરાવેલું? પ્રિન્ટ મીડિયાએ જ.
૨. અત્યારે નિર્ભેળ સત્યની વાત કરતા પ્રિન્ટ મીડિયા દરેક પાલિટિકલ હેડલાઇનમાં વ્યૂઝ ભેળવી ચાબખા મારે છે, પરંતુ ઈન્દિરાજીએ મોંઘવારી તો વિકાસનું પ્રમાણ છે તેવું કહેલું તે સમાચાર કેમ કોઈ વ્યૂઝ વગર, કોઈ કટાક્ષ વગર છાપ્યું હતું?
૩. આૅગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં આરોપી ક્રિશ્ચિયન માઇકેલની ડાયરીમાં ‘એ.પી.’ લખાયેલું હોવાના સમાચાર હતા. તો એક છાપાએ બાક્સ આઇટેમ લખી એ.પી. એટલે આનંદી બહેન પટેલ? એવી શંકા ઉત્પન્ન કરી. આનંદીબહેન આ કૌભાંડ વખતે ગુજરાતના મહેસૂલ પ્રધાન હતા. આ કૌભાંડ કાંગ્રેસની યુપીએ સરકાર વખતે થયું હતું. આનંદીબહેન પર શંકા પણ કેવી રીતે આ બાબતે થઈ શકે? આટલી ગાંધી પરિવાર ભક્તિ?
૪. ૨૦૧૭ની ગુજરાતની ચૂંટણી વખતે એક છાપાએ ટેબલ સ્ટારી છાપેલી- અમિત શાહે (તે સમયે ભાજપ અધ્યક્ષ હતા) ગુંડાઓ સાથે બેઠક કરી. આટલા બદનક્ષીભર્યા સમાચાર?
૫. એક છાપામાં ગ્લાબલ હંગર ઇન્ડૅક્સમાં પાકિસ્તાનનો ક્રમ ભારત કરતાં આગળ હોય તો પણ તેની હેડલાઇન ભારત વિરોધી રીતે લખાય અને તેમાં ટાર્ગેટ મોદી સરકાર હોય. આવા ખોટા સર્વેની બધાને જાણ છે કે તેઓ કોઈ પણ સરકાર હોય, હંમેશાં ભારત વિરોધી જ હોય છે. પાકિસ્તાનને લોટના ફાંફા છે તો ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ ભૂખમરો કેવી રીતે હોઈ શકે? અને આમ પણ ક્ષેત્રફળ, વસતી વગેરે કોઈ રીતે બંને દેશોની સરખામણી જ ન થઈ શકે.
૬. તાજેતરમાં એક છાપાએ ‘બેધડક’ રીતે હેવમોરને ત્યાં આઈસ્ક્રીમમાં ગરોળી મળ્યાની ફરિયાદના સમાચારમાં કંપનીનું નામ ન લખ્યું. શું સાશિયલ મીડિયાના જમાનામાં આ વાત છૂપી રહી શકે? વળી એ જ છાપામાં હેવમોરે જ સ્પષ્ટતા છાપતી જાહેરખબર પહેલા પાને આપી હતી. આમાં વિશ્વસનીયતા ઘટે જ ને !
૭. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં માત્ર નામના જ હિન્દુ એવા ‘ધ હિન્દુ’ સમાચાર પત્રએ રાફેલ સોદા અંગે એવું જૂઠાણું છાપ્યું હતું કે સંરક્ષણ
આભાર – નિહારીકા રવિયા મંત્રાલયના એક અધિકારીનો આ સોદા સામે વિરોધ હતો. હકીકત એ હતી કે આ અધિકારી સોદાનો હિસ્સો જ નહોતા.
૮. ‘ધ ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’એ ત્રાસવાદી યાકૂબ મેમણને ફાંસી અપાઈ તેના મુખ્ય સમાચાર કરતી વખતે હેડિંગ મારેલુંઃ And they hanged Yakub Memon. જાણે યાકૂબ મેમણ નિર્દોષ હોય અને ધે એટલે કે તેમણે (કેન્દ્ર સરકાર) નિર્દોષને ફાંસી આપી હોય તેમ ત્રાસવાદી પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થાય તેમ લખ્યું.
૯. ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’માં બળાત્કાર ઇસ્લામિક મેલી વિદ્યા કરનારે કર્યો હોય તોય ચિત્ર સાધુનું છપાય છે અને હેડિંગમાં બાબા લખાય છે.
૧૦. આંતરરાષ્ટ્રીય રીતે જોઈએ તો, યુક્રેઇન-રશિયા યુદ્ધ શરૂ થયાને ત્રણ વર્ષ થયાં છે. આ ત્રણ વર્ષમાં અમેરિકી અને યુરોપના તેના સાથી દેશોએ ફેલાવેલાં જૂઠાણાં જુઓઃ પુતિન વિરુદ્ધ રશિયામાં ભારે અસંતોષ, રશિયામાં પુતિન વિરુદ્ધ બળવો, પુતિન દેશ છોડી ભાગી ગયા, પુતિનને કેન્સર, પુતિનનું હૃદયરોગથી મૃત્યુ. પુતિનના મૃત્યુના સમાચાર ‘ધ ડેઇલી મેઇલે’ સાશિયલ મીડિયા ‘ટેલિગ્રામ’ની એક ચેનલ (ચેનલ એટલે ટીવી પર આવતી ચેનલ નહીં, પરંતુ એક જાતનું ગ્રૂપ)માં સમાચારના આધારે છાપેલા. અને આ જ પ્રિન્ટ મીડિયા પાછા સાશિયલ મીડિયાને ‘વાટ્‌સઍપ યુનિવર્સિટી’ કહીને ભાંડે. પશ્ચિમના આ જ મીડિયાના અનુવાદ કરી-કરીને ભારતનાં કેટલાંક પ્રિન્ટ મીડિયા યથાતથ છાપે.
૧૧. પહેલગામમાં ઇસ્લામિક ત્રાસવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરાયેલા નરસંહાર અંગે લખતા ‘ધ ન્યૂ યાર્ક ટાઇમ્સ’એ ઇસ્લામિક ત્રાસવાદીના બદલે ‘ગનમેન’ લખેલું. એટલે કે માત્ર બંદૂકધારી. તેની ઝાટકણી અમેરિકાની સરકારની વિદેશ બાબતોની સમિતિએ કાઢી હતી.
૧૨. નવેમ્બર ૨૦૨૪માં ‘ધ ન્યૂ યાર્ક ટાઇમ્સ’એ ખાલિસ્તાની ત્રાસવાદને ભારતની સુરક્ષા પર ભય તરીકે ન જોવા ભારતને સલાહ આપી હતી. આવા ન્યૂ યાર્ક ટાઇમ્સના લેખોના અનુવાદો અહીં ‘બેધડક’ છપાય છે.
૧૩. ગયા ડિસેમ્બરમાં જર્મનીમાં ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ નિમિત્તે ખરીદી કરવા ભીડ ઉમટી હતી ત્યારે સાઉદી અરેબિયાના એક જણે કાર ચલાવી ભીડને કચડી નાખવા પ્રયાસ કર્યો હતો જેમાં બે જણાનાં મૃત્યુ થયા હતા. આ ત્રાસવાદી આક્રમણ હતું. પરંતુ એસોસિએટેડ પ્રેસે લખ્યું હતુંઃ A car has driven.. એક કાર આવી ચડી. બોલો ! કાર શું પોતાની જાતે આવી ચડી હોય? લેખના અંતે ફરી સ્પષ્ટતા. બધાં જ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ખોટાં છે, જૂઠાણાં ફેલાવે છે, તેમ કહેવાનો આશય નથી. જે ફેલાવે છે તેમની જ વાત છે. હજુ પણ લોકોનો વિશ્વાસ સાવ ઊઠી નથી ગયો. વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો હોય તો સમાચાર અને મંતવ્યની ભેળસેળ ન કરો. ૨૦૧૪ પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના સમાચાર પહેલા પાને યથાતથ છાપતા હતા. રાષ્ટ્રપતિ ૧૫ આૅગસ્ટની પૂર્વસંધ્યાએ બોલે કે વડાપ્રધાન ૧૫ આૅગસ્ટે બોલે તે યથાતથ છપાતું હતું. આજે ત્રણ ફકરામાં અંદરના પાને છપાય છે. વિપક્ષના નેતાની વાત પણ યથાતથ છપાતી હતી. ચાર ડબ્લ્યુ અને એક એચ – વ્હેર, વ્હેન, વ્હાય, બાય હૂમ, હાઉ એટલે કે ક્યાં, ક્યારે, કેમ, કોના દ્વારા, કેવી રીતે, આ બધું સમાચારમાં છપાતું. હવે તેવું રહ્યું નથી. ઘણી વાર તો હેડિંગમાં હોય તે સમાચારમાં અંદર નથી હોતું. ભાષા પોતિકી નથી લાગતી. અંગ્રેજી લિપિ અને ઉર્દૂ શબ્દો વધ્યા છે. ચોક્કસ પક્ષના નેતાઓની કાલમ કેવી રીતે દર અઠવાડિયે છાપી શકાય? આમાં તટસ્થતા ક્યાં રહી? રાજકીય બાબત હોય કે સામાજિક- ફિલ્મની બાબત હોય કે હાસ્ય કે પછી સાહિત્યની- બધે એક ચોક્કસ દૃષ્ટિકોણથી લખતા લોકોની જ કાલમ હોય? આશા રાખીએ કે આ વિચારવલોણાના અંતે મીડિયાની વિશ્વસનીયતા પુનઃ સ્થાપિત થશે.
આભાર – નિહારીકા રવિયા