અમરેલીમાં મેમણ જમાત દ્વારા ‘ઈદ-એ-મિલન’ અને ‘સ્નેહ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં પરસ્પર પ્રેમ, સદભાવના અને ભાઈચારાની ભાવના મજબૂત કરવાનો હતો. વર્તમાન સમયમાં સામાજિક એકતા અને પરસ્પર સહયોગ અનિવાર્ય છે, ત્યારે અમરેલી મેમણ જમાત દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અમરેલીના સમસ્ત મુસ્લિમ સમાજને એક મંચ પર લાવવા અને ભાઈચારાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘સ્નેહ મિલન-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું છે. જમાતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, “આ અમારો નમ્ર પ્રયાસ છે કે અમરેલીના તમામ મુસ્લિમ બિરાદરો વચ્ચે પ્રેમ વધે અને આપણે સૌ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બનીએ. આ સ્નેહ મિલન કોઈ પણ જાતના ભેદભાવ વગર સમગ્ર મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક બની રહેશે.