અમરેલીમાં ગુરૂવારના રોજ અસામાજિક તત્વો દ્વારા ચક્કરગઢ રોડ પર ખુલ્લી છરી સાથે ધસી જઈ આતંક મચાવ્યો હતો. લુખ્ખાઓએ છરીની અણીએ દુકાન બંધ કરાવતા વિસ્તારવાસીઓમાં ભયનું લખલખુ પ્રસરી ગયુ હતુ. જેથી લુખ્ખાઓને સીધા દોર કરવા અમરેલી પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા. જા કે અસામાજિક તત્વો કોણ છે તેની પોલીસને પણ જાણ હોવાની ચર્ચાઓ થઈ રહી ત્યારે સમગ્ર વિસ્તારને બાનમાં લેનાર સામે પોલીસ શું કાર્યવાહી હાથ ધરે છે તે જાવાનું રહ્યુ.