શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ એમ. કોમ. મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના એમ.કોમ.(સેમ-૧) યુનિવર્સિટી પરિણામમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા પુનઃ સ્થાપિત કરી છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ દ્વારા આ સિદ્ધિ બદલ કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવાયા છે. આ સિદ્ધિ ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા અને વિદ્યાર્થીઓની મહેનતનું પ્રતિક છે. પ્રથમ સ્થાને પોપટ ક્રીના પી. (૮૭.૬૦%), દ્વિતીય સ્થાને શેલડીયા દ્રષ્ટિ આર. (૮૭.૪૦%), અને તૃતીય સ્થાને પોંકીયા કૃતિકા આર. (૮૬.૮૦%)એ કોલેજનું ગૌરવ વધાર્યું છે.