અમરેલીમાં રહેતી એક યુવતીના લગ્ન ગઢડાના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાએ યેન-કેન પ્રકારે કનડગત શરૂ કરી હતી. જેનાથી કંટાળી પિયર પરત ફર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ યેન-કેન પ્રકારે શારીરિક માનસિક ત્રાસ આપી જેમફાવે તેમ ગાળો આપતા હતા. પતિએ તેના વાળ પકડી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ હનીફાબેને લાકડાનો ધોકો ડાબા પગે મારી મુંઢ ઇજા પહોચાડી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.