અમરેલીની માતુશ્રી મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજમાં નારી ગૌરવનીતિ અંર્તગર્ત સેલ્ફ ડીફેન્સ તાલીમનું આયોજન ૨૯/૦૧/૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સેન્સેઇ નિહોન કરાટે ડુ શુબુકાઇ ઇન્ડોયા એકેડમીના કાચ પાર્થ કામોઠી ઉપસ્થિત રહ્યા હતા. તાલીમના આરંભ પૂર્વે ઇન્ચાર્જ પ્રિન્સિ. ડા. વેલિયતે કોચનો પરિચય આપી સ્વાગત કર્યું હતું. પાર્થ કામોઠીએ વિદ્યાર્થિનીઓને પ્રેક્ટિકલ દ્વારા પોતાનો સ્વબચાવ કઈ રીતે કરી શકાય, તેની ખૂબ જ ઉપયોગી તાલીમ આપી હતી. તાલીમના અંતે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રા.જૈમિન જોશીએ આભાર દર્શન કર્યું હતું.