અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત કે.પી. ધોળકિયા ઈન્ફોટેક મહિલા કોલેજ, અમરેલી ખાતે તાજેતરમાં વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક ગર્લ્સ સંકુલ ખાતે તા. ૦૭/૦૩/૨૦૨૬ ના રોજ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ‘રેડ એન્ડ વ્હાઈટ સ્કીલ એજ્યુકેશન’ના મોટીવેશનલ સ્પીકર ચિરાગભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય વિષય (આઈટી ક્ષેત્રમાં ફ્રીલાન્સિંગ અને નોકરીની તકો માટે કારકિર્દી માર્ગદર્શન) રાખવામાં આવ્યો હતો.
સંબોધન દરમિયાન ચિરાગભાઈએ વિદ્યાર્થીનીઓને આજના યુગમાં આઈટી IT ક્ષેત્રમાં રહેલી ફ્રીલાન્સિંગની વિપુલ તકો વિશે માહિતગાર કર્યા હતા. તેમણે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પ્રોજેક્ટ્સ અને કામ કેવી રીતે મેળવી શકાય તે અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીનીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળી હતી.








































