અમરેલીમાં જિલ્લા વિદ્યાસભા દ્વારા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન ત્રિ દિવસીય રમતોત્સવ યોજાયો હતો. ભારતના જાણીતા હોકી પ્લેયર મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે આ રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં લીંબુ ચમચી, ખો-ખો, ચેસ, ક્રિકેટ, સાયક્લિંગ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવનું આયોજન કોલેજના સ્પોટ્ર્સ ઇન્ચાર્જ ડો. એમ. એમ. પટેલના નેતૃત્વ હેઠળ થયું હતું. રમતોત્સવને સફળ બનાવવા માટે કોલેજના સિનિયર પ્રા. જે.એમ. તળાવિયા, પ્રા. એ.જી. પટેલ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ.કે. વાળા, ડો. એ.બી. ગોરવાડીયા, એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડબલ્યુ.જી. વસાવાએ જહેમત ઉઠાવી હતી. રમતોત્સવના સફળ આયોજન બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા તથા અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક ડો. જી.સી. ભીમાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી.