અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજમાં BCA વિભાગના વિદ્યાર્થીઓ માટે નાણાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) અને સી ડી એસ એલ (CDSL) દ્વારા આયોજિત આ સેમિનારમાં વિદ્યાર્થીઓને કેપિટલ માર્કેટની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં કોલેજના પ્રિન્સિપાલ ડા. અતુલ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલુ સત્રમાં અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, મનસુખભાઇ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી અને BCA વિભાગના કો-ઓર્ડીનેટર અભિષેકભાઈ જોશીએ હાજરી આપી સ્ટાફ અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. અધ્યાપક વિપુલ બાલધાએ કાર્યક્રમનું સફળ સંચાલન કરી આભારવિધિ કરી હતી.