શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત એમ.એલ. કાકડીયા એમ.સી.એ. મહિલા કોલેજ, શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના MCA સેમ-IVના GTU પરિણામમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરીને શૈક્ષણિક જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ ઉપરાંત, એમ.એલ. કાકડીયા MCA મહિલા કોલેજે GTU ટોપ-ટેનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોલેજની ચાર તેજસ્વી વિદ્યાર્થિનીઓ ચોડવડીયા શિવાની જે. – યુનિ. ફર્સ્ટ (૧૦ SPI), વઘાસીયા ખુશી એસ. – યુનિ. ફોર્થ (૧૦ SPI), વોરા નિધી બી. – યુનિ. ફિફ્‌થ (૧૦ SPI), ગાબાણી પ્રિયા જે. – યુનિ. સેવન્થ (૧૦ SPI) વિદ્યાર્થિનીઓએ ટોપ-ટેનમાં સ્થાન મેળવ્યું હતું. GTU ટોપ-ટેનમાં સ્થાન મેળવી કોલેજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ ભવ્ય સફળતા બદલ અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ તરફથી તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.