જિલ્લાના હૃદયરોગના દર્દીઓ માટે એઈમ્સ હોસ્પિટલ આર્શીવાદરૂપ બની
હૃદયરોગના દર્દીને સીપીઆર આપી જીવ બચાવી શકાય છે: ડો.કેયુર કોટડીયા
અમરેલીમાં આવેલી એઈમ્સ હોસ્પિટલ હૃદયરોગના દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની છે. જિલ્લામાં ગમે તે સ્થળે રહેતા હોય ત્યારે કોઈ દર્દીને હૃદયરોગ આવે ત્યારે તેને પ્રાથમિક તબક્કે કઈ રીતે બચાવી શકાય તે માટે એઈમ્સ હોસ્પિટલના ફિઝિશ્યન સર્જન ડો. કેયુર કોટડીયાએ માર્ગદર્શન આપ્યુ હતુ. ડો.કેયુર કોટડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, જયારે કોઈ દર્દીને હૃદયરોગનો હુમલો આવે ત્યારે તે દર્દીને જમીન પર ઉંધો સુવડાવી હાથ પર રાખી છાતીના પાછળના ભાગ એક મિનિટમાં ૧ર૦ વખત દબાવી સીપીઆઈ આપી શકાય છે આ કાર્ય કરતી વખતે અન્ય કોઈને ૧૦૮મા ફોન કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવાનું કહેવુ જાઈએ. છાતીના પાછળના ભાગથી દબાવવાની સાથે મોઢેથી પણ શ્વાસ પણ આપી શકાય. હૃદય રોગનો દર્દી એઈમ્સ હોસ્પિટલમાં પહોંચી જાય એટલે કાર્ડિયોલોજીસ્ટ ડોકટર દ્વારા દર્દીની સંપૂર્ણ તપાસ કરી જા કોઈ નળી બંધ હોય તો તેને ખોલવા માટેની પ્રોસેસ દર્દીના સગાને આપવામાં આવતી હોય છે. એઈમ્સ હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફ દ્વારા સતત દર્દીની દેખભાળ રાખી સારવાર કરતા હોય છે. દર્દી સંપૂર્ણ સાજા થાય પછી તેને રજા આપવામાં આવે છે.એઈમ્સ હોસ્પિટલની ડોકટરની ટીમના ડો.કેયુર કોટડીયા(એમ.ડી.મેડીસન), ડો.પલ્લવી મહાજન(એમ.ડી, ડી.એન.કાર્ડિયોલોજીસ્ટ) અને ડો.આશા ચૌધરી(કાર્ડીયાક એનેસ્થેટીક) હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
એક મહિનામાં સંપૂર્ણ સાજી થઈ ગઈ: વર્ષાબેન ટીલાવત
અમરેલીમાં રહેતા વર્ષાબેન ટીલાવતે જણાવ્યું હતું કે, હું ૧૮ ડીસેમ્બરના રોજ અહીં દાખલ થઈ હતી ત્યારે વેન્ટી.લેટર હતી અહીંનો સ્ટાફ ખુબજ સારો છે જેના લીધે મને જલદીથી સારૂ થઈ ગયુ. અહીં તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ હોવાથી મારી સંપૂર્ણ સારવાર કરવામાં આવી હોવાથી હવે સંપૂર્ણ સ્વસ્થ છુ.
મેડીકલ ટીમ દ્વારા સુંદર સારવાર: હરેશ ચૌહાણ
એઇમ્સ હોસ્પિટલમાં દાખલ થયા બાદ સ્વસ્થ થયેલા હરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ગત તા.૬ના રોજ હૃદયની તકલીફ હોવાથી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલો હતો. જેમાં એઇમ્સની મેડીકલ ટીમના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સરકારના આયુષ્યમાન કાર્ડમાં મારૂ ઓપશરેશન કરવામાં આવ્યું હતુ. એઈમ્સ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની છે. એઇમ્સ હોસ્પિટલનો સ્ટાફ પણ ખુબ સરસ છે. જેના કારણે આજે હું સ્વસ્થ બન્યો છે.
વિશેષ સુવિધાઓ
ર-ડી ઈકો વીથ કલર ડોપ્લર, ટી.એમ.ટી., હોલ્ટર, ર૪ કલાક એમ્બ્યુલેટરી બીપી મોનીટરીગ મશીન, ર૪ X ૭ આઈસીયુની સુવિધા, હૃદયયરોગ (હાર્ટ એટેક) વખતે કરાવવી પડતી એન્જીયોગ્રાફી તથા એન્જીયોપ્લાસ્ટી (સ્પ્રિંગ/ સ્ટેન્ટ) ની સારવાર, પેસમેકર (હૃદય ને ધબકતું રાખવાનું યંત્ર) ની સુવિધા ઉપલબ્ધ (ટેમ્પટરી તથા પરમેનેન્ટ), હાર્ટ ફેલ્યર, પલ્મોનારી એમ્બોલીઝમ વગેરે ગંભીર રોગોની સારવાર, હૃદયને લગતી બીમારીઓનું નિદાન અને સારવાર, અનુભવી ડોક્ટરોની ટીમ









































