અમરેલીના જાણીતા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં રાષ્ટ્રીયતાની પ્રેરણા સમાન શિખોના નવમા ગુરુ તેગબહાદુરની શહિદી નિમિત્તે તા. ૨૪/૧૧/૨૦૨૫ ના રોજ સવારની પ્રાર્થનામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ ગુરુ તેગબહાદુરની શહિદી માટેની પૂર્વ ભૂમિકા અને ઔરંગઝેબની ક્રુરતા તેમજ તેના ચાર શિષ્યોના બલીદાનની, ધર્મ પ્રત્યે અડગતાની પ્રેરણાદાયી વાત કરી હતી. જુદા જુદા વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે શિશગંજ ગુરુદ્વારા અને રકાલગંજ ગુરુદ્વારા વિષે પ્રસંગો રજૂ કર્યા હતા. સમગ્ર સંસ્થાના સક્રિય પ્રયાસોથી રાષ્ટ્રભક્તિની મિસાલ જેવા ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.










































