અમરેલી તાલુકાના વાંકીયા ગામે ગત તારીખ ૬ જૂનના રોજ મજૂરી કામ કરતા એક મહિલાની ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી. મૃતક રેખાબેનના પતિ સંજય મોહનીયાની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા, આરોપી સંજય મોહનીયાએ પોતાની પત્ની રેખાના અન્ય કોઈ યુવક સાથે આડા સંબંધો હોય જેથી આ બાબતે ઝઘડો થતાં આરોપી પતિએ રેખાને મોતને ઘાટ ઉતારી હતી. આ બાબતે પોલીસ તપાસમાં હવે નવો જ ઘટસ્ફોટ થયો છે. આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈ માહિતી આપતા જણાવ્યું હતું કે ઘરમાં એક જ મોબાઈલ ફોન હતો જે સંજય વાપરતો હતો જેથી પોલીસે ટેકનીકલ સોર્સ ઉપયોગ કરતા જાણવા મળ્યું છે કે આરોપી સંજય મોહનિયા ને જ અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. સંજયે કોઈ નરેશ માવીના નામનું સીમકાર્ડ લઈ એક ફોન અન્ય યુવતીને આપ્યો હતો. સંજય વારંવાર અન્ય યુવતી સાથે ફોનમાં વાત કરતો હોવાથી સંજયની પત્ની રેખાને જાણ થતા બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
જેમાં આવેશમાં આવી જઈ સંજય મોહનીયાએ પોતાની પત્ની રેખાનું ગળું દબાવી મારી નાખી હતી. જેથી પોલીસ દ્વારા વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.







































