અમરેલીના વડેરા ગામ ખાતે વાહકજન્ય રોગ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર ચોખ્ખા, ખુલ્લા અને બંધીયાર પાણીમાં થાય છે તે અંગે વડેરા ગામના લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તથા લોકોને સમજાવવામાં આવ્યું કે પોતાના ઘરની અગાશીમાં, ફળિયામાં કે ઘરની આજુ-બાજુમાં કોઈપણ ભંગાર અથવા ડબ્બા-ડુબલી, ટાયર, પક્ષીકુંડ હોય તેમાં વરસાદનું પાણી ન ભરાય તે રીતે રાખવા અથવા તેનો નિકાલ કરવા અંગે પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. ગામના ૩૨ જેટલા ઘરના ૩૫ ખુલ્લા પાણીનાં ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય કર્મચારી સપનાબેન રાણવા, ડી.જી. રાજ્યગુરૂ, કિરણબેન દુધાત, બીલકીસબેન ભટ્ટી અને કાજલબેન જાદવે જહેમત ઉઠાવેલ હતી.






































